________________
૫૦
દૈનિક - ભક્તિક્રમ માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો; માત્ર તને નમું, હૃદયે ધરું નિત્ય, તુજ સેવા સ્તુતિ કરનારો; તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવનાં ન હોશો એ યાચું.
હે ! ગુરુરાજ. (૨) ૨૦ પાપ કરાવ્યું, કર્યું, ભલું માન્યું, મન-વચને વળી કાય; વર્તમાન, ભૂત, ભાવી કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે; આપ સમક્ષ ઊભો ઊભો યાચું સૌ, પાપ અફળ થવા કાજે.
હે ! ગુરુરાજ. (૨) ૨૧ હે જિનરાજ ! તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે; અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવના મુજ પાપો! તો પણ કહું તુમ આગળ તે શુદ્ધ, થવા સપશ્ચાત્તાપો.
હે! ગુરુરાજ. (૨) ૨૨ સંગ તજી, સદ્ભુત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે; બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન, ઇન્દ્રિય ને ઈચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે છે; તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિક્ષે છે.
હે! ગુરુરાજ. (૨) ૨૩ ચૈતન્યની ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપની, એક જ જે શુદ્ધ ધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org