SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હો ભવહર, સહજાત્મરામી, દુઃખવિરામી, શાંતિધામી શિવકરું. . . . ૧૫ આ મોહ ને અજ્ઞાનથી, મુકાવનારા આપ છો, કરુણા કરી સદ્બોધ ખડગે, શત્રુ-શિરો કાપજો; અમૃતવાણી આપની પીધા કરું એ યાચના, વળી આપના ચરણે વસીને ઉચ્ચરું આલોચના. .... ૧૬ (શું કહું નાથ ? તમે જાણો છો સઘળું, ગર્વ કરીને ગોથાં ખાધાં-એ દેશી) કેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું; આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું; પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી; સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી; હે ! ગુરુરાજ. (૨) ૧૭ આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વસ્વરૂપ તમારું; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું; આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી; હોયે સજ્જનના વિમલ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી ? હૈ ! ગુરુરાજ. (૨) ૧૮ નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોય; તો ત્રણ જગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને, લાગ્ય સંસાર અકારો; શાંતિ મહા મળી આપના શરણે, અમને નાથ ઉદ્ધારો ! હે ! ગુરુરાજ. (૨) ૧૯ Jain Education International ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy