________________
1 થી
દૈનિક - ભક્તિક્રમ આત્મજ્ઞાન વિષે થઈ સ્થિર પછી, કૈવલ્ય પામી મહા; પામે મુક્તિ તણું અનંત સુખ તે, બાળી ક્રમે કર્મ હા !૪૧ ( ૩ ) ભક્તિ પારાયણ
(હરિગીત) સૌ કર્મબંધન ક્ષય કરીને સર્વદર્શી જે થતા, સર્વત્ર વસ્તુ સમસ્ત જ્ઞાયક બોધતેજે દીપતા; સર્વત્ર પ્રગટિત ઉત્તરોત્તર સદાનંદે સુખી પૂરા, નિશળ નિરાકુળ સિદ્ધ તે શિવ-સૌખ્ય દ્યો અમને જરા. ૧ છે તે જ સુગતિ તે જ સુખ તે જ્ઞાન દર્શન સિદ્ધનાં, જે સ્વરૂપ સિદ્ધનું તે વિના નહિ પ્રિય મુજને અન્યનાં; તે સિદ્ધ મેં ચિત્ત ધર્યા નિત્યે સુદૃઢ શ્રદ્ધા કરી, દેજો પરમ પદ પ્રાપ્તિ મુજને ભીષણ ભવ મનથી હરી. ૨ ઘનઘાતિકર્મ વિહીન ને યોત્રીશ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુ યુક્ત શ્રી અરિહંત છે..... ૩ છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્ર, વિરાજમાન શ્રી સિદ્ધ છે. ૪ પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણગંભીર છે, પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ....... ૫ રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અથપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ..... નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.... ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org