SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ શરીર-સુખ ધન-લાલચે, ધર્મ ધકેલે જાય; પ્રવૃત્તિમાં ભવ ગાળતાં, કેમ શાંત મન થાય ?. .... ૩૩ . વિવેકથી ભવદુઃખનો, કરી વિચાર, વૈરાગ્ય; પામે તેને માનવો, ઉત્તમ ને સદ્ભાગ............ ૩૪ ભવે સુખ તૃણ માત્ર નહીં, સહો દુઃખો અનંત, દુઃખદ સુખમાં દૃષ્ટિ ના, દ્યો કદીય અમતિમંત. .... ૩૫ મનોવાસના બંધ છે, નિર્મોહી મન મોક્ષ; વિવેક ને વૈરાગ્યથી, ટાળ વાસના-દોષ............ ૩૬ અભાગિયો જીવ અજ્ઞ જે, વિષયોમાં હરખાય; વિષ-મિશ્રિત ખોરાક સમ, અંતે દુઃખી થાય. . . . . . . ૩૭ શાસ્ત્ર-બોધથી સુનિર્મળ, કરી બુદ્ધિ હે! ભવ્ય; જ્ઞાની ગુરુ સાથે સતત, નિજ વિચાર કર્તવ્ય....... ૩૮ તીક્ષ્ણ બને પ્રજ્ઞા મહા, સવિચારને યોગ; તૂર્ત પરમપદ તે ગ્રહે, ટળે દીર્ધ ભવરોગ. ....... હા. (શાર્દૂલવિક્રીડિત) જાગી જો જીવ તું વિચાર કરી જો, શું સાર સંસારમાં? જીિવો સર્વ દુઃખી, બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ, દુ:ખનો સંતાપ જ્યાં સર્વદા; મૃત્યુ જન્મ જરાદિ દુઃખ દરિયો, ત્યાં સૌખ્ય શું જો કદા? ૪૦ છોડીને ભવજાલ, અંતર-રિપુ, મોહાદિને જે કરે; દીક્ષા મોક્ષ પમાડનારી લઈને, જ્ઞાની સમીપે વસે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy