SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૭ જ્યાં દુઃખ ઘણાં તે અશુચિતનમાં અજ્ઞ વસતાં ત્યાં અરે ! વૈરાગ્ય પામે નહિ જરાપણ પ્રીતિ અધિકી ત્યાં કરે ! આ દેખતાં પણ ત્યાંથી પ્રીતિ દૂર કરવા મુનિ મથે, ઉત્કૃષ્ટ ઉપદેશ કરી જો અંત પરહિત રતિ કથે.... ૩૪ તન આમ કે તન તેમ એવું બહુ કહ્યાથી શું હવે ! તેં સ્વયં તેને ભોગવ્યું ને છોડ્યું છે હા ! ભવભવે; આ સાર અત્ર સમસ્ત સંક્ષેપે કહ્યો સંગ્રહ કરી, આ દેહ સૌ આપત્તિનું છે ધામ જીવને જો જરી!.. ૩૫ તું શુદ્ધ સહેજે જાણનારો સર્વ વિષયસમૂહનો, અરૂપી છતાં આત્મન્ તને અપવિત્ર અતિ દેહે કર્યો; એ રૂપી પોતે અશુચિ અતિશય ચેતનાગુણ રહિત એ, એ મલિન કરતો અન્ય સહુને તેથી ધિગૂ ધિગૂ દેહ એ ! ૩૬ વિરતિ વિષયમાં, ત્યાગ પરિગ્રહ, કષાયો જે જીતતા, શમ યમ દમન સહ તત્ત્વચિંતન તપ વિશે ઉદ્યત થતા; નિયમિત મન, જિનભક્તિ, ઉરમાં દયા આદિ ગુણ વસે, સંસારસાગર તીર પામ્યા ભાગ્યશાળી એ દીસે... ... ૩૭ જે દાસ ભૂપતિ વિષયના આત્મા પરાધીન જેમનો, ગુણ દોષનો ન વિચાર જેને હાનિ તેને શી ગણો? ભય તો તને, તું રત્નત્રય ત્રણ ભુવન-દ્યોતક સંગ્રહે, ચોમેર ઇન્દ્રિય ચોર ભમતા સાવધાન સદા રહે. ... ૩૮ ભવમાં નિબિડ બંધન થયાં રે! બાહ્ય જે જે પામીને, પૂર્વે અદ્વિતીય પ્રીતિથી, પણ હવે પ્રજ્ઞા જાગી છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy