________________
દૈનિક - ભક્તિક્રમ શાસન પ્રવર્તે આત્મનું તો કર્મ મુક્ત થતાં ખરે, સહજાત્મરૂપી સિદ્ધપદને પામી આત્મા ભવ તરે.... ૨૮ જે શરણ માને, શરણ નહિ તે બધુ બન્ધનમૂળ જ્યાં, ચિરપરિચિત નારી વિપત્તિધામ દ્વાર સમૂળ ત્યાં; વળી જો વિચારી પુત્ર શત્રુ થાય તે અંતર દહે, તજી સર્વ એ ભજ ધર્મ નિર્મળ, શાંતિ સુખ જો તું ચહે. ૨૯
જીવ ! ધન બને ઇંધન સમું આશાગ્નિને ઉત્તેજના, વળી બંધુ સંબંધોથી શું? તે દુર્ગતિપ્રદ જાણવા; દર મોહ સર્પનું દેહ આ વળી ગેહ તેમજ દુઃખદ એ, સુખકાજ આશા સૌ શમાવી તજ સમસ્ત પ્રમાદને... ૩૦ દારુણ પાપરૂપી ઘણી મધમાખી ના ડસતી તને ? ચિરકાળથી દુઃખ અગ્નિજ્વાલા બાળતી ના શરીરને ? ભયકારી શબ્દો ગર્જતા યમના શું તું સુણતો નથી ? રે ! જેથી તું આ મોહનિદ્રા દુઃખદ હજુ તજતો નથી? ૩૧ નેત્રાદિ સ્વામી મનથી પ્રેરિત ક્લેશયુત વિષયો ચહે, થઈ દાસ દુષ્કર્મો કરી થઈ ખિન્ન અઘ બહુ સંગ્રહે; કર દાસ ઇન્દ્રિયગણ હવે તજી ક્લેશ પરિગ્રહ રહિત હો ! હરી કર્મગજ સતસુખી નિજવશ સદાચારે મુક્ત હો! ૩૨ તું બાળકાળે વિકલ અંગે હિતાહિત ન જાણતો, ત્યમ યૌવને કામાંધ કામિની તરુવનમાં રઝળતો; વય મધ્યમાં ધનની તૃષાથી ખિન્ન પશુ! કૃષ્પાદિથી,
વૃદ્ધત્વમાં તું અર્ધમૃત ! ક્યાં ભવસફળતા ધર્મથી?. ૩૩ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org