SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ સુદૃષ્ટિ વિરતી જ્ઞાનથી સૌ પાત રોધી સંવરે, શુભથી અશુભનો, શુદ્ધ ભાવે શુભનો નિરોધ છે; ના કર્મ ત્યાં સંવર કહાં ! ૫૨માર્થથી એક શુદ્ધ છે, ભવભીત ભિવ તો એમ ભાવેઃ ભાવ સંવ૨ વૃત્તિને. . ૨૩ ૩૫ કર્મ અણુના સ્ખલન રૂપને હોય સંવ૨ હેતુથી, ને નિર્જરાના ભેદ બે સ્વકાળ ને તપ વૃત્તથી; સજ્ઞાનક્રિયાથી ફળે જે નિર્જરા તે શ્રેષ્ઠ છે, ભવભીત ભિવ તો એમ ભાવે : નિર્જરાના ભાવને... ૨૪ અધર્મમય સંસારમાં લવ પુણ્ય છે તે ધર્મથી, શિવધર્મ દેશક ગુરુ ને સદ્ધર્મ તે દુર્લભ અતિ; અસંગ ને સ્વભાવામી આત્મ નિશ્ચય ધર્મ તે, ભવભીત ભિવ તો એમ ભાવે ઃ ધર્મ દુર્લભ ભાવને. ૨૫ મોહાધીને દુષ્પ્રાપ્ય છે સાન દૃષ્ટિ બોધિ ને, સૌ વિરતિરૂપ નિજ ભાવનું અતિ આકરું ચારિત્ર તે; ત્રણ રત્ન પ્રાપ્તિ બોધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે, ભવભત ભિવ તો એમ ભાવે ઃ બોધિ દુર્લભ ભાવને. ૨૬ પ્રગટાવ આતમજ્ઞાન સદ્ગુરુ શાસ્ત્ર ધર્મી સુસંગથી; તેનું જ અવલંબન કરી સ્થિર થા છૂટી પરસંગથી; પરદ્રવ્ય નાશ અવશ્ય પામે, ત્યાં શું સંશય છે ખરો ? તેના વિનાશે શોક તેથી સુજ્ઞ કદીયે ના ધરો...... ૨૭ શાસન અનાદિનું પ્રવર્તે કર્મનું જીવ ઉપરે, તેથી ભવોભવ દુઃખ દરિયે જીવ હા ! ડૂબ્યા કરે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy