________________
દૈનિક - ભક્તિક્રમ
૩૮
તે બંધનાશાર્થે બને સાધન વિરાગ-પ્રબુદ્ધને,
ક્યાં અનુપ જ્ઞાનીની કુશળતા? ક્યાં અહા ! દુર્બોધ એ ? ૩૯ તનથી થયો અતિ નષ્ટ તું આ જ્ઞાન તારું સત્ય છે, તું ત્યાગ કર તેનો હવે સાહસ ખરું કર્તવ્ય એ; સંસાર જેના ગ્રહણથી, ને મુક્તિ જે ત્યાગે બને, તે દેહ એક જ ત્યાજ્ય ત્યાં ૫૨ કલ્પનાથી શું તને? ૪૦ યમ પ્રાપ્ત ક્યારે ક્યાંથી ક્યાં કે કઈ રીતે નહિ જ્ઞાત એ, નિશ્ચિંત તો કાં? સુજ્ઞ, સત્વર શ્રેય સાધો ભ્રાત હે ! ભીષણ નરક તિર્યંચ ને, કુદેવ-માનવ ગતિ મહીં; જીવ ! તીવ્ર દુઃખ પામ્યો હવે તું ભાવ જિન ભાવન અહીં. ૪૧ (અનુષ્ટુપ) નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; નથી મૃત્યુ મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી.... ૪૨ અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અસંગતા; જાવજીવ વ્રતો પાંચ, યમ આ યોગી ભાષતા.
૪૩
શૌચ, સંતોષ ને તપ, સ્વાધ્યાય દેવની સ્મૃતિ; નિયમ પંચ જાણો આ, કરણ-આસન સ્થિતિ. ... ૨૨. (૧) વૈરાગ્ય પારાયણ
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ દેશી) જલબુદબુદ સમ છે તનુ લક્ષ્મી ઇન્દ્રધનુષ જેવી જાણો, તીવ્રપવનહત મેઘપટલસમ ધન કાન્તા સુત ૫૨માણો; મત્તમાનિની-કટાક્ષ જેવું વિષયસુખ છે ચપળ સદા,
તેથી તેની હાનિ પ્રાપ્તિમાં શોકથી શું કે શું મુદા ? .. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૪૪