________________
૩૨
દૈનિક - ભક્તિક્રમ
નિજ આત્મમાં લીનતારૂપી સમતા ધરે જે હૃદયમાં, તેને જણાયે શબ સમાં શરીર સુરૂપ નરનારીનાં; ને વિષયભોગ જણાય વિષ-શા ધન અનર્થક ધારતા, વિષ એક ભવમાં દુ:ખ દે પણ વિષયભોગ અનાદિના. ૬ માનવપણું દુર્લભ અતિ છે દીર્ઘકાળે પ્રાણીને, દૃષ્ટાંત દેશના ન્યાયથી બહુ કર્મમાં કચડાઈને; અતિ ગહન ને સ્થિત ગાઢ છે કર્મો તણા વિપાકની, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી.. ૭ સ્થિત દર્ભ કેરા અગ્રભાગે બિંદુ જ્યમ ઝાકળ તણું, ક્ષણમાત્ર રહ્યું કે ના રહ્યું ને અવિન પર આવી જતું; ક્ષણ ક્ષણ વહી આયુસ્થિતિ, ત્યમ વિણસે ન૨ દેહની, પ્રમાદ ના કર સમય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી.. ૮ ન૨ દેહમાં પણ ચોર આદિ મ્લેચ્છ જાતિ જો લહી, અવિવેક ને અનઆર્યતાથી અફળતા અવતારની; આર્યત્વ સહ નર દેહની સંપ્રાપ્તિ છે અતિ આકરી, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી.. ૯ મિત્રો અને પરિવારને સંપતિ સર્વે ત્યાગીને,
મા શોધ તું સંસારના સ્નેહાદિ સંબંધો હવે; પ્રીતિ તણા પ્રતિબંધ તોડી પ્રવજ્યા પંક્તિ મહીં, પ્રમાદ ના કર સત્રય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૮
ગંભીર ને અગાધ આ ભવસિંધુ તટને પામીને, તું કિં પુનઃ અટકી રહે છીછ૨ે તીર આવીને ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org