SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ શીઘ્રતાથી પાર ઊતરી ધાર ગતિ તું શિવ પ્રતિ, પ્રમાદ ના કર સમય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૧ વન ગામમાં કે નગરમાં હે ! સંયમી ને બુદ્ધ તું, વિહર પરિનિવૃત્ત થઈ સમ્યક ચરિયા ધારી તું; કર વૃદ્ધિ વ૨ ઉપદેશથી વીતરાગ શાંતિ માર્ગની, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૨ વિષ-વેદના-હત જીવ એક જ વાર મરી જન્મે ભવે, પણ વિષય-વિષથી હણાયલા તો ફરી ફરી ભમતા ભવે. ૧૩ અધ્રુવ ને અશરણ વળી એકત્વ ને અન્યત્વ ને, સંસાર ને લોકાનુપ્રેક્ષા અશુચિ ને આશ્રવ અને; સંવ૨ અને નિર્જરા, દુર્લભ ધર્મ બોધિ બાર આ, વૈરાગ્યની જનની સદા, ભવનાશિની સૌ ભાવના.... ૧૪ પ્રિય દેહ ને સ્નેહીજનો, સામ્રાજ્ય મોટાં આદિ ને, ધન, રૂપ, બળ ને પુણ્ય વિભૂતિ યોગ સૌ અધ્રુવ છે; વિભિન્ન સૌથી શાશ્વતો નિજ એક આત્મા શ્રેષ્ઠ છે, ભવભીત ભવિ તો એમ ભાવેઃ ભાવના અવ એ. . ૧૫ ૩૩ નિર્જીવ, જીવ કે મિશ્રભૂતિ કે હિ૨ ચક્રીતણું, મરણસમ બહુ કષ્ટ કાળે શરણ ના કાંઈ કામનું; ૫૨મ ગુરુ કે રત્નત્રયરૂપ ધર્મ સાચું શરણ છે, ભવભીત ભિવ તો એમ ભાવેઃ ભાવના અશરણ એ. ૧૬ પોતે જ વેદે સ્વર્ગ નરકે એકલો નિજ કર્મને, ના કોઈ સહચ૨ તુજ સાટે ભોગવે તુજ કૃત જે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy