________________
૨૧
દૈનિક - ભક્તિમ
(હરિગીત)
(બહુ પુણ્ય કેરા પુંજથી... એ ઢાળ) બહિરાત્મભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખૂઓ જળ ડહોળું જ્યાં વિષયોતણું; કાદવ કષાય ગળા સુધી – કંટાળતાં પણ ના ટળે, સ્વચ્છેદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે...... સંસાર દરિયો દુ:ખનો પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુઃખનાં તો દુઃખ આખર મૂંઝવે; સંસાર શોભા ઝેર તોયે જીવ અમૃત જો ગણે, ઇચ્છા કરી ઊપાસતાં પરિણામ પામે વિષપણે..... ૨ જે રીત પવને ઉછળતા મોજાં અનિત્ય સમુદ્રમાં, તે રીત માનું ક્ષણિક આ સર્વે પ્રસંગો વિશ્વના; તેથી ઉદાસીન થઈ અતિ સારવર્ધક કાર્યથી, શરણ ગ્રહું પ્રભુ! આપનું જે પૂરિત શુદ્ધાનંદથી. .... ૩ શુચિ રાખજો વ્રત શુદ્ધિથી ધીરજ વિપદમાં ધારજો, માયા મૂકી નિર્દભ થઈ વૈરાગ્ય ધરી મન વારજો; સંસાર દાવાનલ વિષે સૌ દાઝતા જન ધારજો, તન, ધન, જુવાની, સ્ત્રી, સગાં-સૌ નાશવંત વિચારજો. ૪ સંસાર ભોગ શરીરથી ચિત્તે ઉદાસીનતા ઝરે, સમ્યફ ગુરુ જો તત્ત્વજ્ઞાની, માર્ગદર્શક શિર પરે; અનુભવ નિરંતર પામી હિત, સાધે સુદૃઢ નિશ્ચય બળે, તેને મળે છે મોક્ષ સિદ્ધિ અન્યને કદી ના મળે...... ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org