SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ વિષય-ભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મૂળ કરી લે; કામ, માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો પાંચ દમી લે. ૯ શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ-ચામડી મોહે ચૂંથો; દ્વાર નવે ગંદાં મળ ગળતાં, શું સુખ એ કચરામાં કળતાં ? ૧૦ ભવસાગરમાં કાળ અનંતો, વસ્યો વાસના નીચ કરતો; આજ સુધી વિષયોમાં રાો, મૂઢ વિરાગ સજી લે સાચો. ૧૧ મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઇન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ૧૨ મૂક પરિગ્રહ-મમતા ભાઈ ! પાળ સુચારિત્ર સત્સુખ-ઈ; કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારે આજે.. ૧૩ ત્યાગ તણી મર્યાદા કરી જે, શુદ્ધ મને નિયમ અનુસ૨ તે; ઉદાસીનતા, સમતા ભજે, આશા-દાસી-સંગત ત. ૧૪ ૨૦ સ્મર નિજ દેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો; મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્યવિહીન અજ્ઞાની ગણાશે. ૧૫ ન ૨મ ન ૨મ બાહ્યાદિ પદાર્થે, રમ રમ મોક્ષ-પદે જ હિતાર્થે; આત્મ કાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવલજ્ઞાન વરીશ. ૧૬ મૂક મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy