________________
દૈનિક - ભક્તિક્રમ
૨૯
રવિવારઃ સાયંકાળ
૨૧. () વૈરાગ્ય પારાયણ
(ક્ષાર્કાપ સન્તનસંતરા, મતિ મળવત્તરણે નૌષ્ઠા... એ દેશી) ચિંતવ પદ પરમાતમ પ્યારે, યોગીજનો જે પદ ઉ૨ ધારે; જહાજ બની ભવજળથી તારે, કેવલ બોધ સુધારસ ધારે. ૧ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવ ફેરી; ધરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે. ૨ વિચાર વિનાશી શરીર સગાઈ,
માત, પિતા, સ્ત્રી, ધન, સુત, ભાઈ; વાંછે છે જીવ અતિશય આને, મૂઢ મરણદેખે નહિ શાને ? ૩ બાળ વયે ક્રીડામાં રાચે, યૌવનમાં રમણીશું માચે; ઘડપણમાં પણ ધનની આશા, હે જીવ જો તુજ દુષ્ટ તમાસા. ૪ યૌવનની શી કરવી માયા? જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને ! આવી ધનની આશા કરીને. ૫ ભવ ત૨વા ઇચ્છે જો ભાઈ, સંતશિખામણ સુણ સુખદાઈ; કામ ક્રોધ ને મોહ તજી દે, સમ્યગ્નાન સમાધિ સજી લે. ૬ જીવ એકલો નરકે જાશે, શુભ-વિવેકે સુરગતિ થાશે; રાજા, ધનપતિ થાય એકલો, દાસ એકલો વિનય ભૂલેલો. ૭ રોગી એકલો, શોક ભરેલો, દુઃખરહિત, દુઃખમાંહિ વસેલો; વળી વેપારી, દરિદ્ર એકલો, નીચ એકલો, ભમે ભૂલેલો. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org