SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિમ ભલે કોઈ ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધકસ્વાતમમાં શમે રે. ભ૦ ૩ ત્રીજું અંગ આર્જવ કહ્યું, ધરીએ તે નિજભાવ; ત્યાગી માયાશલ્યને, કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત દોષ થતાં સ્વાતમ નિંદી તે શોચીએ રે, ગુર્નાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે.... ભ૦ ૪ ચોથું અંગ નિર્લોભતા, શુદ્ધ હૃદયથી ધાર; તૃષ્ણા પુગલ ભાવની, ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચક્રવર્તીની રિદ્ધિ કે હોય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે.. ભ૦ ૫ પંચમ તે સત્યને કહ્યું, ધર્મતણું મૂળ અંગ; તજીએ નહીં તે ટેકને, દુઃખનો હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરુગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે... ભ. ૬ શૌચ અંગ છઠ્ઠ કહ્યું, ચિત્ત વિષે તે ધાર; શુદ્ધિ મનની સાધવા, કરીએ તત્ત્વ વિચાર; દર્શન મોહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભત્યાં મનની શુદ્ધિ થશે રે. ભ. ૭ સપ્તમ તે સંયમને કહ્યું, ધર્મ અંગ સુખરૂપ; તે સત્તર ભેદે સેવીએ, લક્ષી જિન સ્વરૂપ; અંતર્મુખ ઉપયોગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ... ભ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy