________________
દૈનિક - ભક્તિક્રમ
૨૩ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ; તે દ્વાદશ ભેદે સેવીએ, ચેતન શુદ્ધિ કાજ; કરી શેય ભાવ પ્રત્યેના ભોગતણી નિલભતા રે, આવે ઘોર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે. . ભ. ૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું, ધર્મ અંગ બળવાન; વિયોગે તે સેવીએ, રાખી નિજ પદ ભાન; ભલે કોઈ દેવસુંદરી મોહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ છતાં પણ સાધક મનથી નહીં ચળે રે. ભ. ૧૦ દસમું આકિંચન કહ્યું, ધર્મ અંગ નિજભાવ; તત્ત્વમય દૃષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ; છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આતમા રે, રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે..... ભ. ૧૧ અંગ કહ્યાં દસ ધર્મનાં, જિન વચન પરમાણ; તે સમભાવે સેવતા, પામે પદ નિર્વાણ; સ્વાતમ કરુણા લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અર્થે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભ. ૧૨
૨૦. શાંતિદાયક ધૂન દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન; દેહ આત્મા જેમ ખગને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન. ૧ જ્ઞાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ; ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org