SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૧ તિહુયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવ૨સાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ૦૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તેહિ કૃપા૨સ સિંધુ નમો. અ૦૫ કેવળજ્ઞાનાદર્શે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ૦૬ જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ૦૭ અશરણ શરણ નિરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ’ નમો. અ૮ ૧૯. દશલક્ષણી ધર્મ સ્વરૂપ (રાગ : ઝિંઝોટી – તાલ કેરવા) વિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે. ધર્મના અંગ વિચારી તે સમભાવે સાધીએ રે.... ભ ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ; શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ; ભલે કોઈ ક્રોધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે ૫૨ કરુણા ધરે રે. ભ ૨ બીજું અંગ માર્દવ કહ્યું, ધર્મતણો આધાર; નમ્રપણાને સાધીએ, ત્યાગી માન વિકાર; For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy