SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દૈનિક - ભક્તિક્રમ ૧૭. હે નાથ ગ્રહી અમ હાથ (હિરગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથ માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. . ૧ બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યે બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો.... ૨ પ્રભુ ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વ૨સાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટેક રખાવજો; હે દેવના પણ દેવ ! અમ ઉ૨ પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હૈ દયાળ ! હઠાવજો. . . . . સુખ-સંપ-સજ્જનતા-વિનય-યશ ૨સ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો; શુભ ‘સંતશિષ્ય’ સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારજો...... ૧૮. અરિહંત નમો અરિહંત નમો ભગવંત ૧મો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો. અ૰૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; Jain અજરઅમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચનજલધિમયંક નમો. અ૰૨e ૩
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy