________________
દૈનિક - ભક્તિક્રમ
અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણકમળે ચિત્ત ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.. સહજા૰૧ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો; ભવફંદહારક, છંદધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો; સુખકાર છો, ભવપાર નહીં કંઈ સાર ચિત્તમાં હું ધરું. સહજા૦૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણપ્રેમી ક૨ ધરે શિર, એમ આશા આચરું. સહજા૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું, સહજા૰૪ નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદ્ગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું. સહજા૰પ
ભવ મંડપે કરી પ્રીત, માયાસેજ સુંદર પાથરી; ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી; જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ.. સહજા૰૬ જયકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહી ગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવો; ગુરુ ધર્મધારક, કર્મવાક, ધ્યાનમાં નિત્યે ધરું.. સહજા૦૭
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org