________________
દૈનિક - ભક્તિમ
૩૩૭ હરિની માયા બહુ બલવંતી, સંત નજરમાં નાણે જોને.
સંતકૃપાથી છૂટે માયા (૪) સંત સેવતાં સુકૃત વાધે,
સહેજે સીજે કાજ જોને; પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને.
સંતકૃપાથી છૂટે માયા (૫) (૭૭) હળવે હળવે હળવે પ્રભુજી હળવે હળવે હળવે પ્રભુજી, મારે મંદિર આવ્યા રે, થોકે થોકે થોકે મેં તો, મોતીડે વધાવ્યા રે
કીધું કીધું કીધૂ મુજને, કાંઈક કામણ કીધૂ રે,
લીધૂ લીધૂ લીધૂ મારું, ચિતડું ચોરી લીધું રે .૨ જાગી જાગી જાગી હું તો, હરિમુખ જોવા જાગી રે, ભાંગી ભાંગી ભાંગી મારા, ભવની ભાવટ ભાંગી રે ...૩
ફૂલી ફૂલી ફૂલી હું તો, હરિમુખ જોઈને ફૂલી રે,
ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરનો વહીવટ ભૂલી રે ..૪ પામી પામી પામી હું તો, મહા પદવીને પામી રે, મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે ...૫
(૭૮) હરિ આમ છેટા છેટા ન રહીએ હરિ આમ છેટા છેટા ન રહીએ, કો'ક દી તો ભક્તોના થોડા થઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org