________________
દૈનિક - ભક્તિક્રમ
૩૧૦
દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ચતુરો ચોંપેથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગ૨ કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી.’ ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કશું જન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નૈક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું; ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહિ, જીત્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. .
Jain Education International
For Private & Personal Use Only
m
ܡ
૫
www.jainelibrary.org