________________
દૈનિક - ભક્તિમ
૩૦૯ કર્દમ ભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ;
મને પહોંચાડશે નિજ દ્વાર.... ૬ રજની જશે ને પ્રભાત ઊઘડશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્ય ગણોના વદન મનોહર માટે, હૃદય વસ્યાં ચિરકાળ;
જે મેં ખોયા હતા ક્ષણવાર. .... ૭
(10) ધર્મ વિષે કવિત’ સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું!. ..... ..૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખરી ખાંતથી. ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org