SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ દૈનિક - ભક્તિક્રમ વલ્લભની શીખ હૈયે ધરજો, પ્રીતેથી સુરતા સાધજો; ફરી મિલાવો, ફરી મિલાવો, લેવા હરિનાં નામ જો. આજે.૫ છે; ફોન : ( (૩૯) પ્રેમળ જ્યોતિ તારો દાખવી . (રાગ - બિલાવલ) પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ....(ધ્રુવ) દૂર પડ્યો નિજ ધામથી હું ને, ઘેરે ઘન અંધાર; માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ; મારો જીવન પંથ ઉજાળ....... ૧ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગે જોવા થોભ લગીર ના, એક ડગલું બસ થાય; મારે એક ડગલું બસ થાય. .. .૨ આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર; આપ બળે માર્ગે જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ; હવે માગું તું જ આધાર. ..... ૩ ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ; વિયાં વર્ષોને લોપ સ્મરણથી, અલન થયાં જે સર્વ; મારે આજ થકી નવું પર્વ. .... ૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર; નિશે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડ્યો ઘેર; દાખવી પ્રેમળ જ્યોતિની સેર. . . ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy