________________
૩૦૪
દૈનિક - ભક્તિક્રમ
આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્યતા ભીલડી ખૂબ જ પામી; શ્રદ્ધા વેલી પાંગરી આજે, વૃત્તિઓ પામી વિરામ...શબરી ...૫ સજળ નયને પ્રભુ રૂપ નિહાળે, પ્રભુ મળ્યા છે લાંબે ગાળે; ગદ્ગદ્ કંઠે રોમાંચ થયોને, શરીર થયું સૂમસામ...શબરી ...૬ શબરીને પ્રભુએ સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઈ જ લીધી; જલપાન માગી પ્રભુજી બોલ્યા, ભોજનની છે હામ...શબરી ...૭ છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી; ભાવ ધરી આરોગ્યાં પ્રભુએ, લીધો ઘડી વિશ્રામ...શબરી ...૮ ચંપાપુરની ભીલડી આ તો, જગમાં જેની અમર વાતો; રામ સિધાવ્યા રાવણ હણવા,
શબરી પધારી સ્વધામ...શબરી ...૯
(૩૪) શું રે કરું રે
શું રે કરું રે વિષ પીધે ના મરું, હો રાણા શું રે કરું ? મારું મનડું વીંધાણું રાણા,
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?...(ધ્રુવ)
નિંદા કરે છે તારી, નગરીના લોક રાણા, તારી શિખામણ રાણા મારે મન ફોક,
રાણા શું રે કરું ?..મારું મનડું .. ૧
ભરી બજારમાંથી, હાથીડો હાલ્યો જાયે, શ્વાન ભસે છે તેમાં, મારું શું રે જાયે,
Jain Education International
રાણા શું રે કરું ?...મારું મનડું . . . .
For Private & Personal Use Only
www.jainelibrary.org