________________
દૈનિક - ભક્તિક્રમ
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા; એ કોડના પૂરનારના, કોડ પૂરા કરવા ભૂલશો નહિ. . ૩ લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યાં; એ લાખ નહિ પણ ખાખ છે, એ માનવું ભૂલશો નહિ. ૪ સંતાનની સેવા ચહો, સંતાન છો સેવા કરો;
સેવા કરે મેવા મળે, એ ભાવના ભૂલશો નહિ. ભીને સૂઈ પોતે અને, સૂકે સુવાડ્યા આપને; એ અમિયલ આંખોને, કદી ભૂલથી ભીંજવશો નહિ... ૬
૩૦૧
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર; એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ....
ધન ખરચતાં મળશે બધુ, માતા-પિતા મળશે નહિ; પલ પલ પુનિત’ એ ચરણની, ચાહના ભૂલશો નહિ . ૮
Jain Education International
૫
(૩૧) ધર્મ અમાસે એક માત્ર
(રાગ - ભૈરવી)
ધર્મ અમારો એક માત્ર એ, સર્વ ધર્મ સેવા કરવી, ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વ મહીં એને ભરવી. ૧ સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું, એ જ ભાવનાના અનુયાયી, બનવાનું સહુને તેડું ૨ નાત જાતના ભેદ અમોને, લેશ નથી કંઈ આભડતા, દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહિ નડતા.... ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org