SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ (૨૯) આ મહાવીરનું શાસન આ મહાવી૨નું શાસન છે, દૈનિક - ભક્તિક્રમ જ્યાં સૌના સરીખા આસન છે (ધ્રુવ) વીતરાગનું શાસન મોટું, મૂરતી માનવતાની; સત્યનું મંગલ ગીત પ્રકાશે, આરતી અહિંસાની; સમતાને સમભાવ તણો જ્યાં, નિશદિન સંકેત છે...આ મહાવીરનું . ૧ ઊંચ-નીચના ભેદ નહિ ત્યાં, નહિ કુળનાં અભિમાન, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્રનાં, એક સીખાં સ્થાન; ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ છે, મેતા૨જ હિરજન છે...આ મહાવી૨નું. ૨ મહાવીરે દુનિયાને દીધી, અનેકાંતની દૃષ્ટિ, જેના શબ્દે-શબ્દે શાતા, પામે સારી સૃષ્ટિ; સર્વોદયનું શિક્ષણ દેતું, જીવનનું દર્શન છે...આ મહાવીરનું. ૩ (૩૦) મા-બાપને ભૂલશો નહિ રાગ - દરબારી કાન્હડા) ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ; અગણિત છે ઉપકાર એના, એહ વીસરશો નહિ. (ધ્રુવ) પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તવ મુખડું; એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહિ. . ૧ કાઢી મુખેથી કોળિયા, મ્હોમાં દઈ મોટા કર્યાં; Jain :અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ. Inf www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy