________________
દૈનિક - ભક્તિમ
૨૯૯
ઘર ભૂલ્યાં ઘરબાર ભૂલ્યા, ભૂલ્યા દેશવિદેશ, દેહ ભૂલે ત્યારે જાણજે આતમ, હવે નથી બીજો કોઈ વેશ; પ્રભુપદ સાચું રે, જ્ઞાની ચરણે વસ્યું હો જી.પ્રભુ . . ...૪ શોધ કરે જો સત્યની તો અસત્ય અળગું થાય, દેખી શકે એ દિવસડો, તો અંધારાં દૂર થાય; કરણી તું કરજે સાચી રે, જુઠ્ઠાની ચિંતા ટળે હો જી.પ્રભુ ૫
[ (૨૮) મહાવીર કેવળ જૈનોના નહિ
(રાગ - ભૈરવી) સૂર્ય, ચંદ્ર, આકાશ પવનને વર્ષો જેમ બધાના છે, મહાવીર કેવળ જૈનોના નહિ, પણ આખી દુનિયાના છે. ..(ધ્રુવ) જન્મ ભલે એણે અહીં લીધો, પણ જ્યોત બધે ફેલાવી, સૂર્ય ભલેને અહીં ઊગ્યો, પણ પ્રકાશ છે જગ વ્યાપી; પ્રાણી માત્રના પ્યારા એવા,
પૈગમ્બર માનવતાના છે....મહાવીર .... ૧ સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, ભાવ છે મંગલકારી, અનેકાન્તની વિચારધારા, સર્વ સમન્વય કારી; પતીતને પાવન કરનારા, પાણી જેમ ગંગાના છે.મહાવીર...૨ વિરાટ એવા વિશ્વ પુરુષને, વામન અમે કર્યો છે, વિરાટ એના વિશ્વધર્મને વાડા મહીં પૂર્યો છે; જીવનના જ્યોતિ ધર
એતો જગના જ્ઞાન ખજાના છેમહાવીર. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org