SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ દૈનિક - ભક્તિમ હાથ જોડીને ભીલ કહે છે, આપણો એક વેપારજી; હું ઉતારું પાર ગંગા (૨) આપ ઉતારો ભવપાર. . .પગ મને. ૬ લેવું દેવું કાંઈ નહિ પ્રભુ, આપણે ધંધા ભાઈ; કાગ' કહે ખારવો ખારવાની (૨) માગે નહિ ઉતરાઈ . પગ મને. ૭ (રર) માનવનો જન્મ મળ્યો માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો આવો સંયોગ, નહિ આવે ફરી વાર; (૨) સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ ચડ્યો...આવો સંયોગ.(ધ્રુવ) માનવનો જન્મ છે, મુક્તિનું બારણું મહાવીરનો ધર્મ છે, મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ ભળ્યો...આવો સંયોગ...૧ માનવના જન્મને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસ એને ઘણી વાર ડંખતા; ઉરનો ઉલ્લાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો...આવો સંયોગ ...૨ જન્મને ઉજાળવો છે, માનવીના હાથમાં; ધર્મનો પ્રકાશ છે, માનવીની સાથમાં; રૂડો અવતાર મળ્યો, જીવન આધાર મળ્યો. આવો સંયોગ ...૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy