________________
દૈનિક - ભક્તિક્રમ
૨૯૩ વૈરાગી' સગુરુ સાચા, હવે કેમ પડીએ પાછા;
ન્યારા રહીને ખેલે રે. સુરતા... ૪
ઈ (૨૧) પગ મને ધોવા દ્યો રઘુરાય.
(રાગ - માંઢ) પગ મને ધોવા દ્યો રઘુરાય,
આજ મને શક પડ્યો મનમાંય. ધુવ) રામ, લક્ષ્મણ, જાનકીજી, તીર ગંગાને જાયજી, નાવ માંગી પાર ઊતરવા (૨)
ગુહ બોલ્યો ગમ ખાઈ. . પગ મને. ૧ રજ તમારી કામણગારી, મારી નાવડી નારી થઈ જાયજી; તો તો અમ રંક જનની (૨)
આજીવિકા ટળી જાય.. પગ મને. ૨ જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકીજી મુકરાયજી; અભણ કેવું યાદ રાખે (૨)
ભણેલા ભૂલી જાય. પગ મને. ૩ આ જગતમાં દીનદયાળ, ગરજ કેવી ગણાયજી; ઊભા રાખી આપને પછી (૨)
પગ પખાળી જાય.. પગ મને. ૪ નાવડીમાંથી બાવડી ઝાલી, તીર પહોંચાડ્યા રઘુરાયજી; હળવે રહીને રામ બોલ્યા (૨)
શું લેશો ઉતરાઈજી... પગ મને. ૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org