SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા; તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો . . . . આ જિંદગીના ૩ જમા, ઉધાર કેરો કાઢજો તફાવત, પ્રભુના નામે કરી કેટલી બનાવટ; એક એક પાનું ચિંતનથી ચકાસજો . . . આ જિંદગીના ૪ આગમની વાત કહો કેટલી પચાવી, ... કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી. સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો .. આ જિંદગીના ૫ જ્ઞાન અને ભક્તિમાં મસ્ત બની રાચજો, ધર્મના સંસ્કાર સૌ વર્તનમાં લાવજો; કામ કરી સેવાનાં જીવન દીપાવજો ... આ જિંદગીના ૬ (૨૦) શામળિયાની સાથે શામળિયાની સાથે રે, સુરતા તો લહેરો લે છે તરવેણીના ઘાટે રે, અનુભવની વાતો કહે છે, નવી દૃષ્ટિ, નતિ સૃષ્ટિ, ત્રીજું લોચન ખોલે રે. સુરતા (ધ્રુવ) બેહદમાંથી આવે વાણી, થોથાં પોથાં ભરે પાણી; પ્રકાશ ઊભી વાટે રે. સુરતા. . . ૧ દૈનિક - ભક્તિક્રમ અનહદ દરિયે પાકે મોતી, હંસા મોતી લાવે ગોતી; સુધા દુઃખો કાપે રે. સુરતા. . . . ૨ અજા મટી સિંહ થયો, પોતે પોતાને લહ્યો. Jain Education International For શક્તિના સપાટે રે. સુરતા jainlibre3.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy