________________
દૈનિક - ભક્તિક્રમ
૨૮૯
(૧૫) સત્સંગી બનો
(રાગ - ભીમપલાસ) સત્સંગી બનો, સત્સંગી બનો,
નિઃસંગી થવા સત્સંગી બનો. ..(ધ્રુવ) જીવ અનાદિ કર્મનો સંગી છે, ને વિષયા રસનો રંગી છે; આત્માનંદે ઉમંગી બનો સત્સંગી................ ૧ જીવ પુગલ ભાવનો પ્યાસી છે, સંસારી સુખનો આશી છે; હવે વિરતિવિલાનાં વાસી બનો સત્સંગી .......... ૨ જીવ કંચન કીર્તિનો કામી છે, જડ ભાવે ચેતના જામી છે; હવે શિવસદનના સ્વામી બનો સત્સંગી .......... ૩ જીવ સદ્ગુરુ સંગે જાગે છે, મોહ ભાવની મૂછ ત્યાગે છે હવે સેવક સતનાં રાગી બનો સત્સંગી........... ૪
( (૧૬) જૂદી ઝાકળની પિછોડી જૂઠી ઝાકળની પીછોડી, મનવાજી મારા,
શીદને જાણીને તમે ઓઢી; સોડ રે તાણીને મનવા, સૂવા જાશો ત્યાં તો,
શ્વાસને સેજ રે જાશે ઊડી મનવાજી . (ધ્રુવ) બળતા બપોર કેરાં, અરાંપરાં ઝાંઝવામાં;
તરસ્યા હાંફે રે દોડી દોડી; મનના મરગલાને પાછા રે વાળો વીરા,
સાચા સરવરીએ દ્યોને જોડી. મનવાજી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org