________________
૨૮૮
દૈનિક - ભક્તિમ ઋષિ-પત્નીએ શ્રી હરિને કાજે, કજિયા નિજ ભરથાર રે; તેમાં તેનું કંઈએ ન ગયું, પામી પદારથ ચાર રે.... ૩ વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે; ભણે નરસૈયો’ વૃંદાવનમાં, મોહન વરશું હાલી રે... ૪
(૧૪) તમે ભાવે ભજી લ્યો
(રાગ - આશાવરી) તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું; કિંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું... (ધ્રુવ) એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જૂઠી માયાના મોહમાં શું ઘેલા થયા? ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...જીવન.... બાળપણ ને જુવાનીમાં અડધું ગયું,
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન...જીવન.. .......... ૨ પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ને ધનને તજાશે નહીં; છેકે થોડા દિવસના મહેમાન..જીવન.............. ૩ આમ આળસમાં દિન બધા વીતી જાશે,
પછી ઓચિંતું જમડાનું તેડું થાશે; નહીં ચાલે તમારું તોફાન..જીવન. . . . . . . . . . . . . . . ૪ એમ કેવું ‘અમર'નું દિલમાં ધરો,
ચિત્ત રાખી પ્રભુજીનું સ્મરણ કરો; ઝાલો ઝાલો ભક્તિનું સુકાન...જીવન..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org