________________
દૈનિક - ભક્તિક્રમ
૨૮૩
(૭) ધાર તરવારની સોહલી
(રાગ - પ્રભાત) ધાર તરવારની સોહલી, દોહલી,
ચૌદમાં જિનતણી શારણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર ન રહે દેવા....(ધ્રુવ) એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિ માંહિ લેખે. ૧ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
- તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકાં,
મોહ નડિયા કલિકાલ રાજે. ....૨ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાચો.. ૩ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી,
આ છારપર લીપણું તેહ જાણો. . ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org