________________
દૈનિક - ભક્તિક્રમ
(૪) સમરને શ્રી હિર
(રાગ - ૫૨૪)
સમરને શ્રી હિર, મેલ મમતા પરી,
જોને વિચારીને મૂળ તારું;
તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો ?
વગર સમજે કહે મારું મારું....(ધ્રુવ)
દેહ તારી નથી, જો તું જુગતે કરી,
રાખતાં નવ રહે નિશ્ચે જાયે;
દેહ સંબંધ તજે નવનવા બહુ થાશે,
૨૮૧
પુત્ર કલ્લત્ર પરિવાર વહાયે. ...૧
ધન તણું ધ્યાન તું, અહોનિશ આદરે,
એ જ તારે અંતરાય મોટી; પાસે છે પિયુ અલ્યા, કેમ ગયો વીસરી,
હાથથી બાજી ગઈ થયો રે ખોટી...૨
ભર નિદ્રા ભર્યો, રૂંધી ઘેર્યો ઘણો,
સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં નરસૈયો' લાજ છે અતિ ગણી,
જનમોજનમ તારી ખાંત ભાંગે....૩ (૫) વૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - પ્રભાતિ)
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; ૫રદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ...(ધ્રુવ)
Jain E ૧. વહાયે
છેતરે
For Private & Personal Use Only
www.jainelibrary.org