SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ દૈનિક - ભક્તિક્રમ (પ્રકીર્ણ પદો (૧) જ્યાં લગી આતમાતત્ત્વ (રાગ - પ્રભાત) જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી..ધ્રુવ) શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે? શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે ? શું થયું વાળ લોચન કીધે? ..૧ શું થયું તપ ને તીર્થ કીધા થકી ? શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલકને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગજળ પાન કીધે? .૨ શું થયું વેદ વ્યાકરણ વાણી વદે? શું થયું રાગ ને રંગ જાણે? શું થયું ષર્ દર્શન સેવા થકી? થયું વરણના ભેદ આ ? ...૩ એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના, For Diwત્નચિંતામણિ જન્મ ખોયો 5,000 Jain Education International
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy