________________
દૈનિક - ભક્તિક્રમ
૨૭૧ પંદરમું પરપરિવાદ પાપાનકઃ
બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. સોળમું રતિ-અરતિ પાપસ્થાનકઃ
પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો. ર૪) વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ , સંયમ, તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડ. સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનકઃ
કપટસહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનકઃ
શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં.
એવું અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, મોહવશે, કામવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org