________________
૨૭૨
દૈનિક - ભક્તિક્રમ અક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચરિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા, શીલ, સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડ.
છયે આવશ્યક સમ્યક પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પશ્ય નહીં, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવે નવાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં, અજાણતાં, મન, વચન કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સક્હ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પ્રરૂપ્યા, તથા
Jain educanSn Internationas
For Private
Personal se Only
www.jainelibrary.org