________________
૨૫૬
દૈનિક - ભક્તિક્રમ છો આપ નીરાગી અનંત ને અવિકારી, વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. ........... ૧૫ છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની, રૈલોક્યપ્રકાશક નાથ શું આપું નિશાની? . મુજ હિત અર્થે દઉં સાક્ષી માત્ર તમારી, હું ક્ષમા ચાહુ મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં, જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. . મુજ આકાંક્ષા ને વૃત્તિ એવી નિત્ય થાજો, લઈ શકું જેથી હું મહદ્ મુક્તિનો લહાવો... હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને, નથી લેશ અજાણ્યે આપથી નિશ્ચય મુજને.. હું કેવળ પશ્ચાત્તાપથી દિલ કહું છું, મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું........ ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન હરો મમ ભ્રાંતિ
૮૩. શ્રી બૃહદ્ આલોચના (શ્રી લાલજી રણજિતસિંહજી કૃત)
(દોહા) સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભયભંજન ભગવંત.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only