________________
૨૪૪
દૈનિક - ભક્તિક્રમ
એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠો૨; સાધુ સંગ આગમતણો જી, તે જીત્યો ધુરંધો૨. મન ૧૦ તે જીતે સહેજે ટળે જી, વિષમ કુતર્ક પ્રકાર;
દૂર નિકટ હાથી હણે જી, જેમ એ બઠર વિચાર.મન૰૧૧ હું પામ્યો સંશય નહીં જી, મુરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનો જ, તે તો વચન પ્રકાર.મન૰ ૧૨ ધીજે તે પતિઆવવું જી, આપ મતે અનુમાન; આગમ ને અનુમાનથી જી, સાચું લહે સુજ્ઞાન.. મન ૧૩ નહીં સર્વજ્ઞ જુજુઆ જી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહી જી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન ૧૪ દેવ સંસારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથી જી, એક મુક્તિની અચિત્ર. મન૰ ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણે જી, તેણે ફલ ભેદ સંકેત. મન૰ ૧૬ અદ૨ કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છિ; જિજ્ઞાસા બુદ્ધ સેવના જી, શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છિ. મન૰ ૧૭ બુદ્ધિ ક્રિયા ભવલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમહ કિરિઆ દીએ જી, શીઘ્ર મુક્તિલ ચંગ. મન ૧૮ પુદ્ગલ રચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવતણો જી, ભેદ લહે જગદીન. મન ૧૯ શિષ્ય ભણી જિન દેશના જી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશના જી, પરમાર્થથી અભિન્ન. મન ૨૦y.org