________________
૨૧૮
દૈનિક - ભક્તિક્રમ દેહે આતમ-ભાવના, દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના, દેહમુક્તિનું બીજ. ....... ૭૪ જીવ જ પોતાને કરે, જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે, જીવ જ અન્ય ન જાણ. . . ૭૫ દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ; દૃઢ દેહાતમબુદ્ધિને, મરણભીતિ બહુ હોય. ...... ૭૬ નિજમાં નિજધી આત્મથી, માને તન-ગતિ ભિન્ન; અભય રહે, જ્યમ વસ્ત્રને, છોડી ગ્રહે નવીન..... ૭૭ સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગ્રત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય... .. અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય; ભેદજ્ઞાન-અભ્યાસથી, શિવપદ-પ્રાપ્તિ થાય. ...... સ્વાત્મદર્શીને પ્રથમ તો, જગ ઉન્મત્ત જણાય; દ્દઢ અભ્યાસ પછી જગતુ, કાષ્ટ-દ્રુષડવત્ થાય. . . . ૮૦ બહુ સૂણે ભાખે ભલે, દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે, ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧ નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય; જેથી તે સ્વપ્નેય પણ, તનમાં નહિ જોડાય. ..... ૮૨ પુણ્ય પ્રતે, અઘ અવ્રત, મોક્ષ ઉભયનો નાશ; અવ્રત જેમ વ્રતો તણો, કરે શિવાર્થી ત્યાગ. ..... ૮૩
અવ્રતને પરિત્યાગીને, વ્રતમાં રહે સુનિષ્ઠ; Jai વ્રતને પણ પછી પરિહરે, લહી પરમ પદ નિજ. કામve jainel .org