SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય; એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. . . . . . ૧૯ ગ્રહે નહીં અગ્રાહ્યને, છોડે નહીં ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિજવેદ્ય.. સ્થાણુ વિષે ન૨ ભ્રાન્તિથી, થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં, વર્તન હતું મુજ તેમ. . સ્થાણુ વિષે વિભ્રમ જતાં, થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં, થયું પ્રવર્તન તેમ.... જે રૂપે હું અનુભવું, નિજ નિજથી નિજમાંહી; તે હું, ન૨-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ . . . નહિ પામ્યું નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત; તે નિવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. . . . જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં, ૫૨માર્થે વેદાય; ત્યાં રાગદિ વિનાશથી, નહિ અરિ-મિત્ર જણાય. . . દેખે નહિ મુજને નો, તો નહિ મુજ અરિ-મિત્ર; દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. . . . એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો ૫૨મસ્વરૂપ તે ભાગ્યે ‘સોહમ્’ તણા, જામે છે સંસ્કાર; તગત દૃઢ સંસ્કારથી, આત્મનિમગ્ન થવાય.. મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન; જેથી ડરે તેના સમું, કોઈ ન નિર્ભય ધામ.. Jain Education International ૨૧૩ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ २.८ www.jainedy.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy