________________
૨૦૪
દૈનિક - ભક્તિક્રમ
૯
૧૦
જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે. . . જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને... એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૧૧ પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી ૫૨ જાણવું. . ૧૨ જે જાણતો અર્હતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. .. ૧૩ હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કા૨ણ નહીં, કર્યાં ન, કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. . . . ૧૪ હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ હું તેમનું કારણ નહીં, કર્તા ન, કાયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.
૧૫
હું ક્રોધ નહિ, નહિ માન તેમજ લોભ-માયા છું નહીં, કર્તા ન, કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. . .. ૧૬
હું ૫૨ તણો નહીં, ૫૨ ન મારા જ્ઞાન કેવળ એક હું, -જે એમ ધ્યાવે ધ્યાનકાળે - જીવ તે ધ્યાતા બને. .. ૧૭
સૌ ભૂતમાં સમતા મને કો' સાથ વે૨ મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની ૧૮ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે,
- બાકી બધાં સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. sne૧૯.org