SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૦૩ હલકો નહિ ભારે એ આતમ, કેવળજ્ઞાન તણો દરિયો; બુદ્ધિસાગર પામતા તે, ભવસાગર ક્ષણમાં તરિયો... અલખ૦ ૪ . અધ્યાત્મ ગાથાઓ સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો; દુઃખિયા પ્રતિ કરુણા અને દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા. ૧ ઘનઘાતિ કર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અહત છે. .... ૨ છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોકઅગ્ર-બિરાજમાન શ્રી સિદ્ધ છે. ૩ પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિ ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે...... રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષ ભાવથી યુક્ત છે, જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ... નિગ્રંથ છે નિમહ છે વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉ વિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.. ૬ આત્મા અને આસ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહિ, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. . ૭ જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. . . . . . ૮ છે જ દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy