________________
૨૦૨
દૈનિક - ભક્તિમ મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે; હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જોડી રે. ....... ૩ મેં તો પરિહર્યા પટ આઠ, નથી કંઈ છાનો રે; મેં તો મેલ્યો સર્વ ઉચાટ, માનો કે ન માનો રે..... ૪ મેં તો હૃદય રડાવી લોક, રાખ્યા હતા રાજી રે; હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે. ... ૫ તોડો દાસની આશનો પાશ, પૂરો આશા રે; મને તો તમારા સુખરાશ, છે દૃઢ વિશ્વાસા રે...... જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે; તારા રત્નત્રયની સાથ, રહો રસ રીતે રે......... ( ૭૧. અલખનિરંજન આતમ જ્યોતિ
(રાગ : મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આતમ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા ઘર આતમ હીરો ભૂલી ગયા ભવમાંહી ફીરો...
અલખ. ૧ ધ્યાન ધારણા આતમ પદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આત્મ તત્ત્વની શ્રદ્ધા હોવ તો, અનહદ આનંદ ઉર આવે.
અલખ૦ ૨ વિષયારસ વિષ સરખો લાગે, ચેન પડે નહિ સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમપદ ચીન્ડે ત્યારે..
અલખ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org