________________
દૈનિક - ભક્તિક્રમ
૨૦૧
ધરમ ધરમ કરતો જગ સહુફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી,
કોઈ ન બાંધે હો કર્મ. જિ. ધ. ૨ પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. જિ. ધ. ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિ. પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ. ૪ એકપખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ; જિ. હું રાગિ હું મોહે હૃદિયો, તું નીરાગી નિરબંધ. જિ. ધ. ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જિ.
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય. જિ. ધ. ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિ. ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલવંશ, જિ. ધ. ૭ મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિ. ધ. ૮
13
છે
( ૭૦. તારાં દર્શન માત્રથી દેવ
(રાગ : ધનાશ્રી) તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાગી રે; મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. ...... ૧ સહજાત નીરખી સ્વરૂપ, ઠરે છે નેણાં રે; રૂડાં લાગે છે રસકૂપ, વહાલાં તારાં નેણાં રે. ... .... ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org