SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિમ ૧૯૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણીત......... ૪૨ | ૬૩. ક્રોધની સજઝાય ( * છે. ફક કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. .... કડવાં. ૧ ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફલ જાય; કોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય. કડવાં. ૨ સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકૌશિઓ નાગ... કડવાં૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જલનો જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં. ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. .. કડવાં. પણ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી; કાયા કરજો નિર્મલી, ઉપશમ રસ નાહી. . . .. કડવાં. ૬ ( ૬૪. માનની સજઝાય રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પારે.રે જીવ. ૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયેજુક્તિ રે. રે જીવ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy