________________
દૈનિક - ભક્તિક્રમ
જોયા તેથી મુજ મનમહીં ભાવના એ ઠરે છે, બીજો કોઈ તુજ વિણ નહીં ચિત્ત મારું હરે છે. . . . . ૨૧
૧૭૫
સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહીં પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિ–કિરણને પૂર્વ દિશા જ એક. મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી, .. ૨૩ સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ ! કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ! બહુ એકરૂપે રહ્યા છો, જ્ઞાનીરૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યાં છો...... ૨૪
૨૨
દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી ! સઘળા ગુણથી કૃષ્ણ આપ... ૨૫ થાઓ મારાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા,
થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા....... ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org