________________
૧૭૪
દૈનિક - ભક્તિમ ક્યારે હોતાં કદી નથી અહા ! ધૂમ્ર કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીયે નમેરો, એવો કોઈ અજબ પ્રભુજી દીવડો આપ કેરો. ..... ૧૬ જેને રાહુ કદી નવ પ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તેજ લોકો મહીં જે; જેની કાન્તિ કદી નવ હણે વાદળાંઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે...... ૧૭ શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા ! હે પ્રભુ! આપ કેરો, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો....... ૧૮ અંધારાને પ્રભુમુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિનમહિં રવિ માનવા તો જ આડે; જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા ! મેઘનું કામ દીસે..... ૧૯ જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું, જેવી કાંતિ મણિમહીં અહા ! તેજના પુંજ માપી, તેવી કાંતિ કદી નવ દીસે કાચની રે ! કદાપિ...... ૨૦ જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું,
જોયા તેથી તુજમહીં અહા ! ચિત્ત તો સ્થિર થાતું; Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org