________________
૧૬ર
દૈનિક - ભક્તિક્રમ આત્મા નથી પરભવ નથી, વળી પાપ પુણ્ય કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તોપણ અરે,
દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે!. ૧૭ મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી,
ને સાધુઓ કે શ્રાવકોનો ધર્મ પણ પાળ્યો નહીં; પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું,
ધોબીતણા કુત્તા સમું, મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરુ, ચિંતામણિના પ્યારમાં,
ખોટાં છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહીં,
મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ કર કરુણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા તે, રોગ સમ ચિત્યા નહીં,
આગમન ઇચ્છયું ધન તણું પણ મૃત્યુને પ્રોડ્યું નહીં; નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ,
મધુબિંદુની આશામહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. . ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો,
કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા,
ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને, દુર્જન તણાં વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org