________________
દૈનિક - ભક્તિમ
૧૬૧ તે પણ પ્રકાશ્ય લાજ લાવી આજ આપ તણી કને,
જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. . . . ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા,
મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ ટુકડા મેં ગ્રહ્યા.૧૨ આવેલ દૃષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને,
મેં મૂઢ ધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રંબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ,
શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનયણીસમ નારી તણા મુખચંદ્રને નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગૂઢો અતિ; તે મૃતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી... ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી,
ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તોપણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું,
ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યાં કરું. .. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે,
આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાનાં ઘર ચણું. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org