SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ મેં પરભવે કે આ ભવે હિત કાંઈ પણ કીધું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી ભવપૂર્ણ ક૨વાને થયા, દૈનિક - ભક્તિક્રમ આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...... ૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ વિભુ ! ભીંજાય નહીં મુજ મન રે રે! શું કરું હું તો પ્રભુ ! પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ! ક્યાંથી દ્રવે ! મર્કટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. . . ૭ ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયાં પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકા૨ જઈને હું કરું. .... ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ...... ૯ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યાં પરનારીમાં લપટાઈને; ८ વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, ને વિષયમાં બની અંધ હું વિટંબણા પામ્યો ઘણી; For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy